ખોટુ ના લાગે તો

ખોટુ ના લાગે તો વાત એક કહુ?
હુ થોડા દિવસ હવે તારામા રહુ?

કામમાં હશે તો હુ વાત નહી માંડુ
મૌનના ય કોઈ દિ ના છાંટા ઉડાડુ
શમણાનો કાયદો ય હાથમા ન લઊ …. હુ થોડા દિવસ હવે તારામા રહુ?

કોણ જાણે હિમ શી એકલતા જામી
વૈદો કહે છે કે હૂંફ્ની છે ખામી
કહે છે કે તારામાં લાગણી છે બહુ…….હુ થોડા દિવસ હવે તારામા રહુ?

રસ્તામાં કોઈ દિવસ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
તારામાં તારાથી આગળ નહી જઊ….. હુ થોડા દિવસ હવે તારામા રહુ?

કહેણ મને કોઈ બીજુ ભાવતુ નથી
મને સાચકલે મારામાં ફાવતુ નથી
એક ટીપાની ઇચ્છા કે દરિયો હુ થઊ…..હુ થોડા દિવસ હવે તારામા રહુ?

Advertisements

11 Responses

 1. nice. I like it very much
  રસ્તામાં કોઈ દિવસ કાંટા જો મળશે
  મારી હથેળી પછી પગ તારો પડશે

 2. કહેણ મને કોઈ બીજુ ભાવતુ નથી
  મને સાચકલે મારામાં ફાવતુ નથી
  એક ટીપાની ઇચ્છા કે દરિયો હુ થઊ….

  very nice !

 3. ગુજરાત સમાચારમાં જય વસાવડા એ લખેલા એક લેખમાં આ ગીત વાંચ્યું’તું. આજે ફરી વાંચવાની ખૂબ મજા આવી.

 4. વાહ ! સુંદર ગીત.

 5. એક ટીપાની ઇચ્છા કે દરિયો હુ થઊ…..હુ થોડા દિવસ હવે તારામા રહુ?

 6. રસ્તામાં કોઈ દિવસ કાંટા જો મળશે
  મારી હથેળી પછી પગ તારો પડશે
  તારામાં તારાથી આગળ નહી જઊ….. હુ થોડા દિવસ હવે તારામા રહુ?

  મને સાચકલે મારામાં ફાવતુ નથી

  આ પંક્તિઓ બહુ જ ગમી.

  પરકાયા પ્રવેશનું સાયન્સ આ રચના દ્વારા તમે બતાડી દીધું !!

 7. મને પણ……

  થાયછે કે હુ મુકેશ જોષી ની પાસે જઉ
  બધા જ ગીતો સાગમટે સાંભળી લઉ

  ક્યા બાત હૈ… બહોત અચ્છે…

 8. Enjoyed your nice Geet once again here!
  Sudhir Patel.

 9. મારું ખૂબ જ ગમતું ગીત..! જેટલીવાર વાંચુ એટલું વધુ ને વધુ જ ગમતું જાય છે..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: