મા મને ક્ક્કો શીખવાડ

મા મને ક્ક્કો શીખવાડ
મારા તો ભાઈબંધ વાંચી બતાવે છે પાનખરે ઉગેલા ઝાડ

મા પેલા ઝાડની ટોચ ઊપર બેઠેલા પંખીને કેમ કરી વાચવુ
પીંછા ને ટહુકા બે હેઠા પડે તો બેમાંથી કોને હુ સાચવુ
મા તુ ટહુકો કરે છે કે લાડ….મા મને ક્ક્કો શીખવાડ

મા પેલા તડકાનો રંગ કેમ પીળો ને છાંયડાનો રંગ કેમ લીલો
ગાંધીજીને કેમ ગોળી મારી ને ઇસુને કેમ જ્ડ્યો ખીલો
મા મારે ફૂલ થવાનુ કે વાડ…મા મને ક્ક્કો શીખવાડ

મા અહી દુનિયાના તીણા સવાલ મને કેટ્લીય વાર જાય વાગી
મા તારા ખોળામાં માથુ મૂકી પછી આપુ જવાબ જાય ભાંગી
મા તારા સ્પર્શે તો ત્રુણ થાય પહાડ… મા મને ક્ક્કો શીખવાડ

સૂરજને ચાંદાને તારા ભરેલા આ આભને કોણ સતત જાળવે
આવડુ મોટુ આકાશ કદી ઇશ્વરને લખતા કે વાંચતા ાઆવડે
મા તુ અમને બંનેને શીખવાડ….મા મને ક્ક્કો શીખવાડ

Advertisements

9 Responses

 1. congrats..aapne tyan..bal geeto ne baalishgeeto banne ghana chhe…pan aa geet to jignasavruti ni blueprint jevu laage chhe…mane baalak thavvanu phari man thayi gayu

 2. એક માતા સો શિક્ષક બરાબર છે એ વાત કેવી સ્રસ રીતે મૂકી આપી. બધા બાળકો જો આવો ક્ક્કો શીખે તો દુનિયાના કેટલા પ્રશ્નો ઉકલી જાય.

  પ્રેરક ગીત.

 3. ભાઈ પંચમની વાત એકદમ સાચી હોવા છતાં આજની મા કકઓ નહિ A B C D નો આગ્રહ રાખે છે અને તેમાં ગૌરવ અનુભવે છે પછી ભલેને પેલાને તો ક્કો જ શીખવો હોય અને આવા સુંદર ભાવપૂર્ણ કાવ્યો પણ વાંચવા હોય પણ તેનાથી વંચીત જ રહેવું પડતું હોય છે. મા પોતાના જો ક્કો શીખવે તો પોતાના વર્તુળમાં પછાત ગણાય જાય છે ! આપણી ગુલામી માનસિકતા બાળકને કેટ કેટલી વાતો થી વંચીત રાખે છે !
  ખેર ! સુદર ભાવવાહી કાવ્ય માટે અભિનંદન !

  સ-સ્નેહ
  અરવિંદ્

 4. ગાંધીજીને કેમ ગોળી મારી ને ઇસુને કેમ જ્ડ્યો ખીલો
  મા મારે ફૂલ થવાનુ કે વાડ…મા મને ક્ક્કો શીખવાડ
  very nice song with Example of Father of Nation..
  આજે પણ ગાંધીને ઉડાડનારા ઘણા છે…કદાચ તેનામાં તાકાત છે માણસને બદલવાની..
  સુંદર ગીત મુકેશ જોષી..આજે પણ ગાંધીને ઉડાડનારા ઘણા છે…કદાચ તેનામાં તાકાત છે માણસને બદલવાની..
  સુંદર ગીત મુકેશ જોષી..

 5. સુંદર ગીત !
  પીંછા ને ટહુકા બે હેઠા પડે તો બેમાંથી કોને હુ સાચવુ

 6. Vah,”Maa mane kakko shikhvad” being your mom what more comment
  for my dear son. Vasanti Joshi

 7. માની ગોદ અને હૂંફ જેવું હૂંફાળું ગીત… !!
  કશું પણ ના સમજાય ત્યારે મા જ કેમ યાદ આવે … ?!!

  ભગવતીદાદા કહે છે એમ, શું ઈશ્વરને પણ મા હશેને ?

 8. ખુબ ખુબ ખુબ જ સુંદર ગીત.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: