સાજન મારો સપનાં જોતો

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી..
સાજન મારો…

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉ ! એવી રોમે રોમે જ્યોતિ…
સાજન મારો…

Advertisements

9 Responses

 1. Hats off to you. Really, simple words and so acute expression of love and play.

 2. સરસ ગીત. છેલ્લો અંતરો તો અદભૂત.

 3. Superb Geet. Emotions are expressed tenderly beautiful. I loved it.

 4. વાહ… ક્યા બાત હૈ… ખૂબ જ મજાનું અદભૂત ગીત…! અને ગીતમાં તમારા invisible signature પણ વરતાય છે હોં મુકેશભાઈ!

 5. સૂરજની ના હોઉ ! એવી રોમે રોમે જ્યોતિ…
  vaachine evi anubhuti thai…

 6. બટન ટાંકવા બેઠી તી પણ ટાંક્યું ઝીણું મોતી….- વાહ કવિ! તમારા નવા સંગ્રહ ‘બે પંક્તિના ઘરમાં’ માં આ ગીત સમાવિષ્ટ છે. ખરેખર મોતીઓનો ખજાનો છે એ સંગ્રહ…‘અમે પારકી તે થાપણની જાત’, ‘મારી બાજુનો ફ્લેટ થયો ખાલી, ઓ હરિવર લઇ લ્યો આ ફ્લેટ…’ ‘કોઇ વાર એવું પણ થાય..’ તમારા લઘુકાવ્યો અને હાઇકુ…કેટલું ગણાવું? it’s simply too good. એમાંની બીજી કવિતાઓ પણ બ્લોગ પર મૂકો ને…આપની કવિતાના ચાહકોને ખૂબ ગમશે.

 7. અદભુત ગીત

  લતા હિરાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: