મને સાચ્ચો જવાબ દઇશ તું ?

મને સાચ્ચો જવાબ દઇશ તું ?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે, કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે, કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે, કે મારી આ કોયલનું કૂ… તને

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે, કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે, કે દરિયાનો કાંઠો ને હું… તને

તને છોને વરસાદ હોય વ્હાલો પણ, કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય, તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે,ને ચોમાસે કહે છે જા છૂ… તને

Advertisements

10 Responses

 1. સરસ ગીત.
  લાઈટ બેકગ્રાઉન્ડમાં અને મોટા ફોન્ટમાં વાંચવું વધુ ફાવે છે.

 2. In this rainy season,really good selection. vasanti Joshi

 3. Enjoyed nice Geet! Also, liked this change, as it is easy on eyes with light/white background.
  Sudhir Patel.

 4. સર, આપનો બ્લોગ છે એ તો આજે જયશ્રી બેનના બ્લોગમાં જોયુ એટલે ખબર પડી..
  સુંદર વરસાદી ગીત, આ વરસાદી મૌસમમાં .

 5. ખુબ જ સરસ, હ્રદયગમ્ય ગીત

  આપના બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.

  હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.

  હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.

  મારા બ્લોગની લીંક છે.

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

 6. rain will come and go but this beautiful song will remain evergreen forever.

 7. v. Nice blog and it does take u to the sky where poetries can fly….
  મુજ વીસરી હુ વસી તુજ માં, ભૂલી જાણે જગ ની રીત

  આભે વાદળી આજે વરસી કાયમ વરસું કેવી આ પ્રિત!

  અશ્રુ ખુટ્યા મુજ ભીતર તે આભે ઉડી જઈ વસ્યા.

  વરસી વરસી ખાલી થયા તો યે રહ્યા અમે તરસ્યા !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: