તમે જિંદગી વાંચી છે

સુખની આખી અનુક્રમણિકા, અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે, કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં, ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને, પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

Advertisements

7 Responses

 1. સરસ ગીત.

  આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
  લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે

 2. life is bubble and full of trouble{if we believe}
  D>JOSHI

 3. મસ્ત મજાનું ગીત… અદભુત લય !

 4. oh… God u r too goodddddddd…it’s really so true for all of us yet only u have the magic to put them in the words.

 5. તમે જિંદગી વાંચી છે ? who can read ??

  but in your words like to read Jindgi !!

 6. આ રચના તમારા પુસ્તકમાંથી મેં ઘણીવાર અને વારંવાર માણી છે… ફરી માણવી ફરી ગમી.

 7. very thoughtful song.
  ફાટેલાં પાનાંનાં જેવાં, ફાટી જાતાં સગપણ…wah! too good.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: