ગીત લખું કે ગઝલ

ફરી આંખ કાં સજલ,
ગીત લખું કે ગઝલ

કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે!
આ કોણ કાપતું મજલ, ગીત લખું કે ગઝલ

કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું, કવિ નામના જણમાં
આ કોણ આટલું સરલ, ગીત લખું કે ગઝલ!

હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક
(તો) થશે કો’ક દી ટસલ, ગીત લખું કે ગઝલ!

Advertisements

5 Responses

 1. ગઝલ કે ગીત ને વારાફરતી પહેરે છે,
  કવિ પાસે શું વસ્ત્રોને બે જ જોડી છે ?… !!

  NO,,, try new form !! 🙂

 2. સંવેદનની કશિશ અને સર્જકની દુવિધા બરાબર ઉજાગર કરી છે. આ તો ઘાયલ કી ગત ઘાયલ જાને!

 3. ગીત કે ગઝલની અસમંજસમાં ગીત તો મજાનું જ લખાયું હોં…!

  હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
  કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક
  (તો) થશે કો’ક દી ટસલ, ગીત લખું કે ગઝલ!

  છેલ્લો અંતરો તો જાણે દરેક સર્જકે યાદ રાખવા જેવો છે… લા જ વા બ !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: