અલ્લડ છોકરીનુ ગીત

હુ તો કાગળને રંગતી, વાદળને રંગતી, રંગતીતી પડતા વરસાદને
હુ તો ફૂલોના સ્મિતમાં પંખીના ગીતમાં સાંભળતી કુદરતના સાદને….

એક વાર પાંચીકા આભ લગ ઉછાળયા કે સૂરજને લાગી નવાઈ
બદલામાં આકાશે તારા વરસાવ્યાને મારી આ ઓઢણી ભરાઈ
હુ તો સ્વપનની અટારીથી અધખુલ્લી બારીથી જોતીતી આથમતાં ચાંદને…

મમ્મીના ગીત હુ તો મનગમતા ઝાડવાની ડાળીઓને જઈને સુણાવતી
મુઠ્ઠીમાં સંઘરેલી વરસાદી વારતાઓ સુક્કા બગીચામાં વાવતી
હુ તો મોરલાની ગહેક સંગ ધરતીની મહેક સંગ ચાખતીતી પડતા વરસાદને…

Advertisements

11 Responses

 1. મુકેશભાઈ

  ખૂબ જ સુંદર ગીત.

  જો મારી ભૂલ ન થતી હોય તો આ ગીત નું ઉદય ઍ ખૂબ સુંદર સ્વરાંકન પણ કર્યું છે.

  શુભેચ્છાઓ સહ

  સુનિલ

 2. u can describe nature very well… and when it’s about rain it feels u share the the same community…

 3. very nice… allad geet !!

  મુઠ્ઠીમાં સંઘરેલી વરસાદી વારતાઓ સુક્કા બગીચામાં વાવતી… superb !

 4. વાહ.. મજાનું મસ્તી ભર્યું અલ્લડ ગીત.

 5. મુકેશભાઈ,

  ઘણા વખત પહેલાં ‘પાનખરોમાં પાન ખરે…’ વાંચી હ્તી ત્યારથી તમારી રચનાઓ પ્રત્યે પક્ષપાત છે. આ બ્લોગ શરુ કરવા બદ્દ્લ તમારો આભાર…

 6. વાહ.. સરસ ગીત… વરસાદને રંગવાની વાત ગમી ગઈ…

 7. શિર્ષકને સાર્થક કરતું મજાનું અલ્લડ ગીત. વરસાદને રંગવાની અને ચાખવાની બંને વાત ગમી ગઈ. અને વરસાદને ચાખવાની વાતથી તો- અમેય નાના (અને અલ્લડ) હતા ત્યારે વરસાદને મ્હોંમાં ઝીલતા એ યાદ આવી ગયું. અને હવે મારો દીકરો અહીં winterમાં પડતાં સ્નોને એનાં મ્હોંમાં ઝીલે છે! 😀

  અભિનંદન મુકેશભાઈ !

 8. બદલામાં આકાશે તારા વરસાવ્યાને મારી આ ઓઢણી ભરાઈ – kya baat hai! good imagination. lovely song!! but I liked this line the most. it shows the beauty of the girl as well as nature. you tried to weave nature & woman together. that’s nice.

 9. ઉમદા ગીત… સુંદર પ્રવાહી લય અને સંવેદનશીલ વાત…

 10. Mukeshbhai,
  Like always, a very very nice poetry. POETRY AT ITS BEST.
  geeta.

 11. તમારી ઘણી કવિતાઓ આજે અહીં વાંચી.. મજા પડી ગઇ.. આભાર પિંકીની વેબમહેફિલનો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: