અલ્લડ છોકરીનુ ગીત – ૨

ફુંક મારું તો ઊડી જાય પથ્થર
વેણ બોલું તો ઢોળાય અત્તર
      સાત સપનાનુ આભ મારી પાસે
       હું તો નિકળેલી મોજના પ્રવાસે

મારી ડેલિયૂમા ઉગે પતાસા
ચાંદ રોજ મને મોકલાવે જાસા
શ્વેત અજવાળા પાથરું અમાસે…….હું તો…

કદી વાયરાને પાલવમાં બાંધુ
હુ તો માણસને માણસથી સાંધુ
નથી બારણું કે કોઇ મને વાસે…….હું તો…

ભલે સુરજ હો ધરતીનો ભાયડો
કદી માગે તો આપું હું છાંયડો
આમ તડ્કા પી જાઉ એક શ્વાસે….. હું તો…

જેના ખભ્ભા પર મોતીયોનો થેલો
એજ દરિયો બે આંખમાં ડૂબેલો
કોણ આંસુ કે મોતી તપાસે…….હું તો….

Advertisements

7 Responses

 1. સાત સપનાનુ આભ મારી પાસે
  હું તો નિકળેલી મોજના પ્રવાસે…..!!

  saras geet.

 2. ર.પા.ની યાદ અપાવે એવું ગીત…

  સ-રસ !

 3. pl.write a new poem as this was old one

 4. અરે વાહ… સાચે જ ર.પા. યાદ આવી ગ્યા !

  અલ્લડ ગીત… છેલ્લો બંધ જરા વધુ ગમ્યો.

 5. tadka ne pi jau ek shvase ..
  khub sundar rachna

 6. ભલે સુરજ હો ધરતીનો ભાયડો
  કદી માગે તો આપું હું છાંયડો
  આમ તડ્કા પી જાઉ એક શ્વાસે….. હું તો…

  સલામ..સલામ…

  લતા હિરાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: