બુટાલા હાઉસ

ચરણને બદલે ….બૂટની ચીંતા
કરતાં કરતાં પ્રવેશ કરતાં મંદિરમાં
કોઈ વળી પગમાંથી કાઢી મન ઉપર પહેરી
ડરતાં ડરતાં પ્રવેશ કરતાં મંદિરમાં
કોઈ કરતાં કાલાવાલા…ધ્યાન બૂટનુ રાખજો વ્હાલા
કોઈ વળી એવી ચીંતામાં..બીજાના પહેરી તો લેશુ..કિંતુ માપમાં નહી આવે તો?
કોઈ ફાટલા સોલ સમી ફરિયાદો લાવે
ક્યાંક આત્મા શરીરથી નીકળી જાવાની બીકે કહેતાં
ખીલ્લી ક્યાંક લગાવો વ્હાલા..શરીર આત્મા ચોટી રહે ને..
ખુલ્લા પગના ખુલ્લા મનના ઈશ્વર સહુના
બૂટ પ્રોબ્લેમ ઉકેલે
સૂટ પ્રોબ્લેમ ઉકેલે
અખૂટ પ્રોબ્લેમ ઉકેલે
ભવિષ્યમાં મંદિરને બદલે બીજુ નામ આપવુ હોય તો
બુટાલા હાઉસ રાખી શકાય?

Advertisements

5 Responses

 1. “Butala House” new word in your poem.When someone goes to tample,he has
  most worry of his boot etc.so he cannot worship by mind properly.Someone
  has written”twamev mata [i.e.boot]pita twamev [i.e.God]etc.

 2. હા હા હા… વાહ મુકેશભાઈ… મજા આવી ગઈ. 🙂

  રમૂજ બાજુએ મૂકીને કહું તો- હળવી શૈલીમાં ઘણી ગહન વાત કરી છે તમે. મંદિરની બહાર જૂતા-ચંપલ છોડતી વખતે ક્યાંક જાતને પણ લગભગ બહાર જ મૂકી દઈએ છીએ.

  (જો કે અહીં અમેરિકામાં તો અમારે મંદિરની બહાર છોડેલા જૂતા-ચંપલની ચિંતા નથી કરવી પડતી હોં… સો ફાર !)

 3. બોસ સુપર ગીત લઈખુ છે. થોડા આવા ચાબખા વાળા ગીતો થવા દો. પેમલા પેમલીના ગીતો તો બહુ વાંઈચા.

 4. ભવિષ્યમાં મંદિરને બદલે બીજુ નામ આપવુ હોય તો
  બુટાલા હાઉસ રાખી શકાય ?

  બુટાલા હાઉસ જ વળીને, નહિંતો ઈશ્વરને કયાં ગલી-ગલીએ શોધવાનો હોય … ??

  પણ આપણી તો ફરિયાદ જ આ હોય…….ફાટલા સોલ સમી.

  કોઈ ફાટલા સોલ સમી ફરિયાદો લાવે
  ક્યાંક આત્મા શરીરથી નીકળી જાવાની બીકે કહેતાં
  ખીલ્લી ક્યાંક લગાવો વ્હાલા..શરીર આત્મા ચોટી રહે ને….. !!

 5. સુંદર કાવ્ય…

  અભિવ્યક્તિમાં નવીનતા ખરી પણ થોડું કૃતક લાગ્યું…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: