ગઝલ

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

 

ફોન : ૯૮૬૯૯ ૨૯૦૮૯

Advertisements

11 Responses

 1. જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
  ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

  સતતજીવન જીરવવું પણ ક્યાં સહેલું હોય છે ?

  સરસ ગઝલ.

 2. સુંદર ગઝલ.. સરળ અને હૃદયસ્પર્શી શેરો…

 3. વાહ મુકેશભાઇ
  વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
  જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

  બહોત અચ્છે…ક્યા બાત હૈ..

 4. એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
  એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ.
  Musheshbhai very nice Gazal.

  Sapana

 5. જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
  ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

  કદાચ એનાથી મોટો અભિશાપ બીજો કોઈ નહીં હોય … મૃત્યુનું હોવું જ જિંદગીની રોચકતાને નવો આયામ આપે છે.
  સુંદર ગઝલ અને સાદ્યંત શેર.

 6. good one…!

  It’s always “TO”(તો) everywhere in our life,
  and u define it very nicely !!

 7. kale jene hanyo e satyavakta hu hato,
  rubaru aavi kahe bhagavaa to tu shu kartish.

  manas hamesha manas ne olakhava ma thap khato hoy che.
  utkrusht vicharo…..
  aabhar………

 8. me aakho blog joyo, bahu maja avi! have vare vare malishu !

 9. એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
  એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ
  waah kavi waah…..

 10. એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
  એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

  good one !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: