રે! નદી , તને પણ બાંધી?

રે! નદી , તને પણ બાંધી?

જીવ નીચોવ્યો,શ્વાસ નીચોવ્યા
અંધારા-અજવાસ નીચોવ્યા
પછી મળીતી અમને એ આઝાદી
તારે મુક્તિ હોય જોઇતી જલ્દીથી તું તાર કરી દે
નામ લખી લે – મોહનદાસ કરમચંદ ગાંધી


તારા ઘરમાં તારી રીતે રહેવાનું પણ નહી?
વહેવું તારો ધર્મ : ધર્મમાં વહેવાનું પણ નહી?
જઈ ઝાડની પાસે કશું કહેવાનું પણ નહી?
અખંડ જળની ચાદર કોણે થીગડાઓથી સાંધી?
રે!નદી,તને પણ બાંધી?

પટ્ટે બાંધી ફરતા લોકો નાનકડા સંતાન
સુગંધની મહેફિલમાં ભોળા ફૂલોનું અપમાન
હાથકડી પહેરીને લહેરો ક્યાંથી ગાશે તાન
તોડ બધાય બંધન,આપું ખોબે ખોબા આંધી
રે!નદી,તને પણ બાંધી?

Advertisements

4 Responses

  1. નદી પર બંધો બાંધી જળસમસ્યા નાથવાની માનવ મહેચ્છા- માનવ લોલુપતા સામે સચેત લાલબત્તી. સરસ ગીત.

  2. સાબરમતી નદીના તટની બાંધણી જોતાં, પટની વ્યથા અને ‘નદીની રેતમાં રમતું આ નગર ફરી મળે ન મળે’ યાદ આવે છે. હવે ક્યાં શોધીશું નદીની એ રેત ?

    તમારા આ ગીતે ફરીને મન વહેતું કર્યું..

    લતા હિરાણી

  3. good satire on river-front !

    but, now it has diff. beauty and development too.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: