વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી

પંખીના બચ્ચાએ કીધું કે ચાલોને વાદળને પાણીથી ધોઇએ
પંખીએ ટહુકાના લ્હેકામાં કીધું કે એ માટે પાસપોર્ટ જોઇએ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી ..આપણે તો પાંખ નહીં લાવેલા તડપંતા માનવપંખી

પાસપોર્ટ આવ્યોને બચ્ચાને લાગ્યું કે આવી ગૈ ઊડ્વાની પાંખ
પંખીએ કીધું કે સપનાને અડવામાં જોઇએ વિઝાની આંખ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી..આપણે તો સરહદની વાડમાં ઝુરંતા માનવપંખી

વિઝાનું સિમત જોઇ પંખીના બચ્ચાએ આભ લગી માંડેલી મીટ
પંખીએ કીધું કે ધીરજ તો રાખ હજુ ઉડવાને જોઇએ ટિકીટ
વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી..આપણે તો પિંજરને સાથે લૈને ઉડંતા માનવપંખી

Advertisements

3 Responses

 1. સરસ…

  “પંખીએ કીધું કે સપનાને અડવામાં જોઇએ વિઝાની આંખ”
  આનાથી ઉલટું કંઈક ગુલઝાર સાહેબે આવું કીધું છે,
  Aankhon ko visa nahin lagta
  sapnon ki sarhad nahin hoti
  band aakhon se roz main sarhad paar chalaa jataa hoon
  milne “Mehdi Hasaan” se!

 2. પંખીના પ્રતીકથી માનવપંખીનાં મનોજગતનું આલેખન. બંધન- મુક્તિના મનોસંઘર્ષનું સુંદર ચિત્રણ.

 3. Wah Mukeshbhai,
  Anubhav ni vat lakhi,
  Nilesh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: