અવળી શિખામણો

અઢળક સૂરજ અમે ડૂબાડ્યા, તું પણ નવા ડૂબાડ
માણસાઇ ચૂલામાં છે તું અગ્નિ નવો લગાડ

પ્રેકટીકલ બનવાથી ખીલે અમનચેનના સુખ
ગામ ભાડમાં જાય છો ને કૂવે ભરતું દુ:ખ
ટાલ હોય તો કેવી રીતે વાંકો કરશે વાળ
ઠંડા પીણા પીને કહેવું ક્યાં છે અહી દુકાળ

ફાઇવસ્ટાર આકાશ તમારા છતની નીચે બીવે
જીણાં જીવડાં ખાઇ છોને ગરીબ બાળક જીવે
ફર્નીચરની સાથ કરો સહુ રુમનુ વેવિશાળ
સાંભળવા ના જાવું છોને ચીસો પાડતી ડાળ

પાણી પાસે કરાવતો રહે પરપોટાની વેઠ
તો જ તારી કીર્તિ જાશે સ્વર્ગલોકની ઠેઠ
પ્રોફેશનલ ના બની શક્યો તો કિસ્મત ગબડી જાશે
ઇમોશનલ ના રહી શકયો તો જીવ જ ફાડી ખાશે

બધા લાગણીવેડા ફરતે કર બુધિધની વાડ
તારી ખીણો સંતાડી તું ખોદ બીજાના પહાડ

Advertisements

2 Responses

  1. ઠેર ઠેર જોવા મળતી અસમાનતા – ગ્લોબલાઈઝેશનની પોકળ ચમકદમક – વિષૈલી સ્પર્ધાત્મકતા… અવળી શિખામણો/ અધુનિક અખાવાણી રૂપે વ્યકત થઈ ચાબખા જેવી અસર ઉપજાવે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: