સિકંદર

હતાં બે’ક પ્રસ્વેદબિંદુ કપોલે અને ઝાંય આછી તરસની અધર પર

વિખેરી’તી ઝુલ્ફો બધીયે દિશામાં , બધીયે દિશામાં સુગંધોની ઝરમર

લઇને દુપટો એ હળવેથી વિંઝી, હતી ઝંખતી શીત વાયુની ફરફર

બન્યો ગૌર ચેહરો જરા સહેજ રાતો, હતો આંખ માટે ગુલાબી એ અવસર

 એ બળબળતી બપોરે તડકાઓ વેઠીને આવી હતી માપવા એક અંતર

મને એમ લાગ્યું થઇ આજ નક્કી હશે ચાંદ સાથે એ સૂરજની ટક્કર

 રખેવાળા શો તલ હતો ગાલ પરને હતું  સ્મિત જાણે લટકતું જ ખંજર

કરી વાત એણે અદાથી જ એવી મને ખૂબ વ્હાલુ જ લાગ્યુ’તું જીવતર

 મને છાયડાનો અનુભવ થયો’તો હુ ઝુમી ઉઠ્યો’તો થઇને તરુવર

મને ખોબલામાં બે ટહુકા મળ્યા’તાં, કે જાણે મળ્યુ’તુ આ જીવનનુ વળતર

 પછી તો એ હળવેથી ચાલી  ગઇને ભરાયા પછી મારી આંખોના સરવર

પછી તો દરેક પળ ઉનાળો બની ગઇ ને પછી તો મેં તડકાઓ વેઠયા ભયંકર

 હવે શ્વાસ જાણે કે ફૂંકાતી લૂ છે અને સૂર્ય સળગ્યા કરે મારી અંદર

હવે કોઇ ઝરણાં નહી કામ આવે ને વાદળની ઓળખ મટી ગઇ સદંતર

 મને મારી આંખોની આવે દયા છે, મે જૂઠુ જ એને કહ્યુ છે નિરંતર

જરુર આવશે એ ક્બર પર પરંતુ નહીં આંખ જોઇ શકે એને રીતસર

 

તમે પ્રેમ કરજો તો સાચો જ કરજો ભલે હોય એમાં પીડા સાથ કળતર

ભલે એક પળની મીઠી જીંદગી છે પરંતુ એ પળના તમે છો સિકંદર

Advertisements

2 Responses

  1. લગાગાના આવરતનોમાં ‘અ-ર’ આધારના પ્રાસની ગુંથણી – શબ્દભંડોળનો પરિચય કરાવે છે. સાથે નિતાંત વિરહ સૌંદર્યદૃષ્ટિનો પરિચય કરાવે છે. આ એક વન ટુ મેની પ્રકારનું કાવ્ય ગઝલ છે, ગીત છે અને પૂંછડિયું (લાબું) સૉનેટ પણ છે.

    બહોત ખૂબ મૂકેશભાઈ.

  2. waah kavi waah…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: