ગયા સ્કુલમાં રમવાનાં , ભણવાનાં દિવસો ગયાં,

ગયા સ્કુલમાં રમવાનાં , ભણવાનાં દિવસો ગયાં, આજ જરાયે ભૂલ થાય તો ધંધો બેસી જાય

અને એ દિવસોમાં તો છેકી નાખી ફરી ફરી ગણવાના દિવસો ગયા

 

શિક્ષકજીનાં વ્હાલ ભરેલાં સવાલનાં કંઇ જવાબ દેતાં કેવાં સુંદર

આજ હવે તો પ્રશ્નો એવાં પુછે જીવન ક્યાથી દેવા એનાં ઉત્તર

કાં તો પતંગિયાની કાં તો પતંગની પછવાડે દોડી પાંખ વગર ઉડવાના દિવસો ગયાં..ગયા સ્કુલમાં રમવાનાં , ભણવાનાં દિવસો ગયાં,

 

હ્તાં હાજરીપત્રકમાં જે નામ હતાં એ દિલમાં તો યે ગર્વ નહીં

આજ હવે તો કોણ અમારા પાડોશી છે એની પણ ક્યાં ખબર રહીં

શૈશવ થોડુ સ્મિત થોડાં મિત્રો થોડી અંચઇ સાથે મ્હેલ રુડા ચણવાનાં દિવસો ગયાં .ગયા સ્કુલમાં રમવાનાં , ભણવાનાં દિવસો ગયાં,

 

ચિત્રો દોરી રંગ પૂરેલી નોટબુક તો બધાંય પુસ્તક કરતાં વ્હાલી

પીંછી ક્યાં ખોવાઇ ગઇ કે તરત ઉડી ગઇ ચ્હેરા પરની લાલી

લાલ ફ્રોક્માં સજ્જ એક છોરીને બરડે ખરજ આવતાં ભોળપણે ખણવાનાં દિવ્સો ગયા..ગયા સ્કુલમાં રમવાનાં , ભણવાનાં દિવસો ગયાં,

Advertisements

નિ્વૃત થતાં શિક્ષકનું ગીત

નિ્વૃત થતાં શિક્ષકનું ગીત

ઓક્ના ટુકડાથી કૈક તો લખુ જરા ડસ્ટરર્ને સ્પર્શી લઊ હજી એક વાર, એક એક ઓરડાની ભીંતોને જોઇ લઊ
જોઇ લઊ બારણાંને બારીની બા’ર, આજનો આ સૂરજ જો ડૂબી જશે કૈક ડૂબી જશે પછી ગમતી સવાર

આજથી બાબર કે અકબરનું યુધ્ધ નહીં , ગાંધીજી ગોળીથી ઠાર નહીં થાય,

ક્ક્કાનું ગામ દઊ છોડી પણ એકડાની આંગળી છોડતાં છાતી ભરાય

છાતીમાં વર્ષોથી લાગણીનાં જાળાં હવે ખેચવાનો એક એક તાર ..આજનો આ સૂરજ જો ડૂબી જશે કૈક ડૂબી જશે પછી ગમતી સવાર

કાલે પણ છોકરાંની હાજરીઓ લેવાશે, એક એક છોકરાંઓ બોલશે કે હાજર,

ખૂણેથી કોઇ એક ટાબરિયું બોલશે , આજ પેલા શિક્ષક છે કેમ ગેરહાજર

એક એક ભૂલકાને ભૂલી જવા , વહે કેટલાય દરિયાની ધાર.. આજનો આ સૂરજ જો ડૂબી જશે કૈક ડૂબી જશે પછી ગમતી સવાર

 

છોકરાનાં કંઠોમાં પ્રાર્થનાઓ રોપી ને છોકરીની પાનીમાં રાસ

આટલાં વર્ષોથી પૂનમની ચાંદની, પળમાં કાં થઇ ગઇ અમાસ

માંડ એક આંસુ વળાવીને જોયું, (તો) ઉદાસીની આખી કતાર..આજનો આ સૂરજ જો ડૂબી જશે કૈક ડૂબી જશે પછી ગમતી સવાર