પ્રેમાળ હૃદય

જીવનના હાજરીપત્રકમાં પ્રેમની સહી ના હોય તો એની નહી આપણી ગેરહાજરી ગણાય . કેટલીક વાર લોકો ધરતી પર બધું પામે છે પણ જવાના દિવસે યાદ આવે છે કે સાચો પ્રેમ કરવાનો તો રહી ગયો. કોઈને માટે આપણું હૃદય બેચેન ન થયું હોય , કોઈને માટે શાયરીઓ ગોખવાની ઈચ્છા જ ન થઇ હોય , ગમતા ગીતોની પંક્તિઓ એસ એમ એસ કરવાની  લહેરો ઉઠી જ ના હોય , જીવન કોઈને શરણે ધરી ને ધન્ય થઇ જવાનો  ધધકતો જ્વાળામુખી જ ન ભડક્યો હોય તો પછી તાત્કાલિક સીટી સ્કેન કરાવી લેવામાં જ ડહાપણ છે . આ એક એવી લાગણી છે જે પામવા માટે કુંડળીમાં ય સારા ગ્રહો હોવા જરૂરી છે . પ્રેમ પામવાની દોડ માં ઉતર્યા વગર જે ગમે  એને હૃદય ની લાગણી થી ભીંજવી દેવામાં જે મજા છે એ મજા લાખો કમાવામાં નથી . કોઈની સ્નેહલ આંખોમાં જીવનનો નકશો દોરીને જીવવાનો જલસો કમસેકમ એકવાર તો માંણવા જેવો ખરો . કેલેન્ડરના પાનાઓમાં તારીખોને ગુલાબી ક્રરવાનો અવસર માત્ર પ્રેમ જ આપી શકે . આંખોને પહેલીવાર આંસુનો સાચો પરિચય પ્રેમ જ કરાવી શકે . ઘડિયાળના કાન્ટાઓમાં સતયુગ નો ચહેરો જોવાનો મોકો તો પ્રેમ જ આપી શકે . જયારે લેવા કરતા આપવા નો મહિમા વધવા લાગે , પોતાની કરતા અન્યની જિંદગી વહાલી લાગે,  જતું કરવામાં કઈ જતું નથી  એવું મહેસુસ થવા લાગે  તો સમજવું કે આપણે પણ બગીચાના માણસ છીએ . ક્યારેક ફુલ ખીલશે એવી આશા રાખી શકાય  પ્રેમ થાય છે ત્યારે પ્રકૃતિનો કોઈ અંશ પણ હરખાતો હોય છે અને એજ જગ આખામાં સમાંચાર  આપી દે છે કે બે જણા વચે સંગીતના સુર વાગી રહય છે અને લોકો એ બે જણ વચે નું તત્વ શોધવા ધમપછાડા કરે છે . દરેક  લોકોને મંદિર બનાવવા  નું આ કળીયુગમાં તો પોસાય જ નહિ એટલે પ્રેમની પ્રાણપ્રતિષ્ઠા કરીને હૃદય ને મંદિર બનાવવા જેવો એક રસ્તો પંસદ કરવા જેવો છે કે ઈશ્વર કદી પૃથ્વી પર આંટો મારવા નીકળે ને થાકે તો આવા એક હૃદય માં રોકઈને રાતવાસો કરી શકે . કદી જાતને પુછવા જેવું છે કે આપણે ત્યાં એ રોકાય એટલું પવિત્ર અને પ્રેમાળ આપણું હૃદય છે ખરું ?  

Advertisements

મૃત્યુ ના દેવતાને સન્માન

ઘરની બારીમાંથી ડૂબતો સુરજ જોઇને જેટલું ઉદાસ નથી થવાતું એટલું કોઈના કંકુના સુરજને ડૂબતો જોઇને થઇ જવાય છે
ઈશ્વરને મન જિંદગીની જેમ મૃત્યુ પણ વરદાન જ હોવું જોઈએ નહિ તો ફ્રી માં બધાને તો ગીફ્ટ ના આપે .આવા અમુલ્ય વરદાનને શાપ માનનાર એક માણસ જ હોઈ શકે કઈ ઉમરે મૃત્યુ થયું જાણ્યા પછી તો આપણો પ્રતિભાવ નક્કી થાય છે . ઉમર નાની કે મોટી નક્કી કરવાનું આપણા હાથમાં નથી છતાં એ વિષે બેધડક વાતો કરી શકીએ છીએ . કદાચ કાળદેવતા ને મન કોઈ ઉમર નાની કે મોટી હોતી નથી. કાળદેવતા બર્થ ડે મીણબતી ઓ ગણીને નહિ પણ શ્વાસના વપરાઈ ગયેલા સિક્કા પછી એક પણ વધારાનો સિક્કો નથી આપતા એ દરેક વખતે આપણે કેમ ભૂલી જતા હોઈશું ? આપણો અફસોસ તો આપણે એની સાથે વધુ ન રહી શક્યાનો હોય છે દરેક મૃત્યુ ખાલીપો ભરી જાય છે એ સાચું છે અને એ ખાલીપો પણ સમય, વખત જતા ભરી દેતો હોય છે પણ દરેક મૃત્યુ વખતે મોટા ભાગે લોકો ઈશ્વરનો અભાર માનવાનું ચુકી જાય છે . છુટા પડવાનું જ છે એ નક્કી જ હોય તો પછી એની લંબાઈ નક્કી કરવાવાળા આપણે કોણ ? અને આપણી ધરેલી ઈચ્છા મુજબ કોઈ લાંબુ જીવે ને પછી મરે તો એ મુત્યુ બરાબર છે એવું સર્ટીફીકેટ પણ આપણે જ આપીએ છીએ એ પણ જાણે આપણે અમર હોઈએ એ અદામાં
આપણે હજી તો જિંદગીને જ સાચું સન્માન આપતા શીખ્યા નથી તો મૃત્યુ ના દેવતાને સન્માન મળે એ માટે એમણે કેટલા યુગો રાહ જોવી પડશે ?

મુકેશ જોશી

શોલે

શોલે 3 ડી એટલે મામા ના નવા ઘરે કંસાર ખાવાની મજા ફરી એકવાર ટાઈટ સ્ક્રીપ્ટ અને દરેક ફ્રેમમાં પ્રસાદીનો
પડીયો ગોઠવ્યો હોય એવો આંખ અને મનનો જલસો માણ્યો બે કોન્ટરાસ્ટ વચ્ચે થી પ્રગટતું સોદર્ય અદ્બુત અને અનુપમ
હેમામાલિનીના હોળીના રંગ અને જ્યા બચ્ચન નો સફેદ રંગ , હોલવાતા દીવા અને માઉથ ઓર્ગનનું સંગીત
વીરુ ની રસિકતા અને જય ની રોમાંસ પ્રત્યેની ઉદાસી, બે ચોર (જય વીરુ) અને પોલીસ ઇન્પેકટર (ઠાકુર) ની જુગલબંધી
કિચુડ કિચુડ હિંચકાનો અવાજ અને પવનના સુસવાટા આ બધુ નવા રંગ રૂપે ચશ્માં (3 ડી) ના પહેરીને જોઈએ એટલે ઓર મજા

પિક્ચર જાણે નવ રસના ઘડાથી ભરેલું હોય એવો અનુભવ અમજદખાન ના ડાયલોગ કે સંજીવકુમારનો સખત ચહેરો હંગલ સાહેબનું
મસ્જિદના પગથીયા ચઢીને (દીકરાના મૃત્ય પછી) પાછા જવું
મેં દોસ્ત કા સાથ તો ના નીભા સકા પર દોસ્ત કે સામને જા રહાહુ વો ભી કોઈ કમ ખુશી નહિ કહીને આંખ મીંચતા અમિતાભ ને જોઈ સંભળીને
આંખ ભરાઈ આવે ખાસ તો ત્યારે જયારે સિક્કાની બંને બાજુ એક જ છાપ હોય દોસ્તીની અદ્ભુત પરાકાષ્ટા

કદાચ દરેક સીન પર લખવાની મજા આવે પણ શોર્ટ માં એટલું જ કે દેવદૂતો પૂછે કે હે ભગવન અમે આજે ફ્રી છીએ તો શું કરીએ
અને ભગવાન કહે તો પછી શોલે જોવા જાઓ કારણકે ફિલ્મોમાં પણ શાશ્વત સોદર્ય રેડવાનું મને ગમે છે