પ્રેમાળ હૃદય

જીવનના હાજરીપત્રકમાં પ્રેમની સહી ના હોય તો એની નહી આપણી ગેરહાજરી ગણાય . કેટલીક વાર લોકો ધરતી પર બધું પામે છે પણ જવાના દિવસે યાદ આવે છે કે સાચો પ્રેમ કરવાનો તો રહી ગયો. કોઈને માટે આપણું હૃદય બેચેન ન થયું હોય , કોઈને માટે શાયરીઓ ગોખવાની ઈચ્છા જ ન થઇ હોય , ગમતા ગીતોની પંક્તિઓ એસ એમ એસ કરવાની  લહેરો ઉઠી જ ના હોય , જીવન કોઈને શરણે ધરી ને ધન્ય થઇ જવાનો  ધધકતો જ્વાળામુખી જ ન ભડક્યો હોય તો પછી તાત્કાલિક સીટી સ્કેન કરાવી લેવામાં જ ડહાપણ છે . આ એક એવી લાગણી છે જે પામવા માટે કુંડળીમાં ય સારા ગ્રહો હોવા જરૂરી છે . પ્રેમ પામવાની દોડ માં ઉતર્યા વગર જે ગમે  એને હૃદય ની લાગણી થી ભીંજવી દેવામાં જે મજા છે એ મજા લાખો કમાવામાં નથી . કોઈની સ્નેહલ આંખોમાં જીવનનો નકશો દોરીને જીવવાનો જલસો કમસેકમ એકવાર તો માંણવા જેવો ખરો . કેલેન્ડરના પાનાઓમાં તારીખોને ગુલાબી ક્રરવાનો અવસર માત્ર પ્રેમ જ આપી શકે . આંખોને પહેલીવાર આંસુનો સાચો પરિચય પ્રેમ જ કરાવી શકે . ઘડિયાળના કાન્ટાઓમાં સતયુગ નો ચહેરો જોવાનો મોકો તો પ્રેમ જ આપી શકે . જયારે લેવા કરતા આપવા નો મહિમા વધવા લાગે , પોતાની કરતા અન્યની જિંદગી વહાલી લાગે,  જતું કરવામાં કઈ જતું નથી  એવું મહેસુસ થવા લાગે  તો સમજવું કે આપણે પણ બગીચાના માણસ છીએ . ક્યારેક ફુલ ખીલશે એવી આશા રાખી શકાય  પ્રેમ થાય છે ત્યારે પ્રકૃતિનો કોઈ અંશ પણ હરખાતો હોય છે અને એજ જગ આખામાં સમાંચાર  આપી દે છે કે બે જણા વચે સંગીતના સુર વાગી રહય છે અને લોકો એ બે જણ વચે નું તત્વ શોધવા ધમપછાડા કરે છે . દરેક  લોકોને મંદિર બનાવવા  નું આ કળીયુગમાં તો પોસાય જ નહિ એટલે પ્રેમની પ્રાણપ્રતિષ્ઠા કરીને હૃદય ને મંદિર બનાવવા જેવો એક રસ્તો પંસદ કરવા જેવો છે કે ઈશ્વર કદી પૃથ્વી પર આંટો મારવા નીકળે ને થાકે તો આવા એક હૃદય માં રોકઈને રાતવાસો કરી શકે . કદી જાતને પુછવા જેવું છે કે આપણે ત્યાં એ રોકાય એટલું પવિત્ર અને પ્રેમાળ આપણું હૃદય છે ખરું ?  

Advertisements

One Response

  1. વાહ….ખુબસૂરત વાત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: