મન

ન હોત તો જીવવાની મજા ન પડત અને છે તો સરખી રીતે જીવવા નથી દેતું શરીર ભલે રૂપાળું હોય
એના ઉપર રાજ કરવાનો હક તેને મળી ગયો છે એને દુખની કે સુખની કઈ પડી નથી તેને તો મસ્તી ચડે
છે તેની રીતે મોજ કરવાની વાંદરું કહો તો ય એને કઈ ફેર ન પડે અને વખાણો એટલે સરખું જ રહેશે એની
કોઈ ગેરેંટી નહી હજી સુધી ડોક્ટરોએ એને નજરોનજર જોયું નથી એમતો કોઈ મહારાજોએ પણ એને સામે ઉભેલું ,
બેઠેલું કે ઘોરતું જોયું નથી છતાં બધા કહેતા ફેરે છે કે કાબુમાં રાખો સાલું વાંચવા બેસી ત્યારેજ હિરોઈનના નામ યાદ
કરાવે ને વાંચેલું ભૂલી જવાય કથા માં બેસીએને ઓફિસની ઇન્ક્મ્તેક્ષ ના આકડા યાદ આવે ને ચહેરા પરથી શ્રદ્ધા
ના ભાવ જતા રહેને શંકા ઘેરી વળે એને વિચિત્ર ટેવ છે ના પડીએ તે પહેલું કરે તીખું ખાવાની ના પાડી હોય તે જ દિવસે
મરચું જોઇને લાળ પાડે ડાયાબીટીસ હોય તો ય છાને છાને પતાસા ના સપના બતાવે
વર્ષોથી ચાલતા સબંધો ઉપર કટાર ફેરવતા એને વાર ન લાગે
મને એને પર બહુ ગુસ્સો આવ્યો એટલે એક દિવસ મેં કોઈને આપી દીધું તેનાથી બે સચવાયા નહિ
એટલે મારે ના છૂટકે એનું લેવું પડ્યું હવે જુદી બળતરા થાય છે પારકું છે એટલે ખુબ સાચવવું પડે છે
પણ હા ત્યારથી કોયલના ટહુકામાં રસ વધી ગયો છે આવતા જતા ભૂલી ગયેલા ગીતો ગાવાનો જલસો પડે છે
કવિતાઓમાં તો રીતસર જ ડૂબી જવાય છે દરેક ફૂલ વ્હાલું લાગવા માંડ્યું છે આકાશ જાણે દોસ્ત બની ગયું છે
સાચું કહું તો કોઈનું મન લઇ ને આપણું આપી દેવામાં જે જલસો છે તે મોટા મહેલોમાં નથી હા દોસ્તો એને પ્રેમ કહે છે
પણ મનને કાબુમાં રાખવાનો આનાથી સુંદર ઉપાય બીજો કયો ?

 

Advertisements