એકથી અનંત

ચાલ પિંકુ ,તને એકથી અનંત ગણતાં શીખવાડુ
મમ્મી, એ કેવી રીતે?
આપણે તારા ગણીએ

મમ્મી, હું તો સૂઇ જાઉ છુ, ઉંઘ આવે છે
પછી એ ગણવા બેઠી

ગણતાં ગણતાં વચ્ચે વાદળ આવી ખડખડ હસી પડ્યાં ને ભૂલ પડી
ગણતાં ગણતાં ઝબક ઝબકતાં તારા ધડધડ ખરી પડ્યાં ને ભૂલ પડી
ગણતાં ગણતાં મંદ ચાલ લૈ ચાંદ ચાંદની ફરી વળ્યા ને ભૂલ પડી

સવારે રાતીચોળ આંખો જોઇ
પિંકુએ ધીરજ ખોઇ

મમ્મી કેટલા દિવસથી તારા ગણે છે?
કેટલા દિવસ ગણીશ?

એ તો આપણને છોડી ગયેલા તારા પપ્પા આવશે ને ત્યાં સુધીમાં
તો ગણાઈ જશે.

એટ્લા માટે તુ એકથી અનંત ગણે છે..મમ્મી?

Advertisements