છોકરી ના વરસાદે

છોકરીના હૈયામાં ચોમાસુ બેઠુને છોક્ર્રાના હૈયે લીલોતરી
કૂંપળ ફૂંટ્યાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોતરી

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાઓથી શ્રીગણેશાય લખી નાખ્યુ
મેઘધનુશ નામના મુહૂરતમાં છોકરાએ ફેરાઓ ફ્ર્રવાનુ રાખ્યુ

છોક્ર્રાના હાથોમાં છોક્રરીએ જાણે કે વરસાદી રેખાઓ કોતરી..

છોક્ર્રાએ મનમાં સગાઇ ક્રરી છોકરીએ ભેટમાં દીધુ કૈ ઝાપટુ
ખિસ્સામાં માય નહી છાતીમાં મૂકે તો છોકરાને દર્દ થાય સામટુ
ગંગાને શોધતાં છોકરાના હાથ જાણે લાગી ગૈ ાઆખી ગંગોત્રી

Advertisements