દોસ્તો

આવા પણ દોસ્તો હોય?
ફાટેલા જીવતરને સાંધવાને બદલે જે ભોકી દે ઓચિંતી સોય..

માનભેર માથા પર બેસાડ્યા હોય તો ય કહેતાં કે બેસાડ્યા છાપરે
ાઆપણુ આયખુ ફ્રનિચર હોય નહી ! એ રીતે આયખને વાપરે
ગમતીલા આભનુ સરનામુ પુછીઅએ તો દેખાડે પથરીલી ભોય..
આવા પણ દોસ્તો હોય?

કડકડતી નોટોની તાજી સુગંધ હોય જેને મન જીવનની મ્હેક
ાઆપણી લાગણીનો અર્થ હોય જેને મન કેશ કરી લેવાનો ચેક
પીડાના પરપોટે આપણને પુરીને કરતાં હો જેઓ એન્જોય..
આવા પણ દોસ્તો હોય?

Advertisements