સસ્તી વસ્તુ

સસ્તી વસ્તુ જલ્દી તૂટે, જલ્દી ફાટે કારણકે એ સસ્તી હોય
મોઘી વસ્તુ મોઘી લાગે પણ આવરદા લાંબી હોય

મોઘા સસ્તા વિચાર લૈને ગયો બુક સેલરને ત્યાં
ભગવદ ગીતા એક્સો આઠ
કોક શાસ્ત્રના ત્રણસો પાંસઠ
ત્રણ ગણી કિંમતમાં ફેર
સસ્તાનો શુ હોય ભરોસો
મોઘી લૈને આવ્યો ઘેર

Advertisements